ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલવર ક્રિકેટ એસોસિએશનમાં લલિત મોદીના પુત્ર રુચિર મોદીનો કાર્યકાળ પૂર્ણ, જિતેન્દ્ર ગુપ્તા નવા અધ્યક્ષ - રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન

અલવર ક્રિકેટ એસોસિએશનમાં લલિત મોદીના પુત્ર રુચિર મોદીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જેથી 4 વર્ષ બાદ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં જિતેન્દ્ર ગુપ્તાની નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

ETV BHARAT
અલવર ક્રિકેટ એસોસિએશનમાં લલિત મોદીના પુત્ર રુચિર મોદીનો કાર્યકાળ પૂર્ણ

By

Published : Oct 15, 2020, 5:44 PM IST

અલવર (રાજસ્થાન): અલવર ક્રિકેટ એસોસિએશનમાં રુચિર મોદીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. રુચિર મોદીની જગ્યાએ જિતેન્દ્ર ગુપ્તાની નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2016માં રુચિર મોદીની અલવર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેથી ક્રિકેટ એસોસિએશન વિવાદોમાં આવી ગયું હતું.

વર્ષ 2016માં લલિત મોદીના પુત્ર રુચિર મોદીને રાજસ્થાન ક્રિકેટ સંઘના અધ્યક્ષ બનાવવાના ઉદ્દેશ્યથી અલવર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુપ્ત રીતે ચૂંટણી કરીને તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાન ક્રિકેટ સંઘની ચૂંટણીમાં ગહલોત અને સી.પી. જોશી ગુટ મોદી ગ્રુપ પર ભારી પડ્યું હતું. 4 વર્ષ બાદ અલવર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી થઇ છે. જેમાં જિતેન્દ્ર ગુપ્તાની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપ-અધ્યક્ષ તરીકે અશોક કુમાર ગોયલ, કોષાધ્યક્ષ અશોક ખંડેલવાલા, જોઈન્ટ સેક્રેટરી અશોક સિંધાનિયા અને પ્રમોદ યાદવ, કાર્યકારી સદસ્ય તરીકે વિજેન્દ્ર ગર્ગ, રામબાબૂ શર્મા અને અનિલ યાદવની પસંદગી કરવામાં આવી છે.

આ અંગે ક્રિકેટ સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, રુચિર મોદી અધ્યક્ષ બનવા માગતા નહોતા. વર્ષ 2016માં રુચિર મોદીની અલવર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદગી કર્યા હાદ અચાનક અલવર ક્રિકેટ સંઘ, રાજસ્થાન ક્રિકેટ સંઘ(RCA)ની આંખોમાં ખટકવા લાગ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details