આ વર્ષે JEE મેઈન 2019માં કુલ 24 વિદ્યાર્થીઓ 100 પર્સેન્ટાઈલ રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે. JEE મેઈન 2019ના પેપર-1માં ટોપ કરનાર વિદ્યાર્થીઓની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્હીના શુભાન શ્રીવાસ્તવે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. બિહારના અવિનભ ભારદ્વાજ, ચંદીગઢના દીશાંક જીન્દલ, હરિયાણાના દ્રવ્ય મારવાહ, ઉત્તરપ્રદેશના હિમાંશુ ગૌરવ સિંહ, ઉત્તરાખંડના પ્રતિક તીબ્રેવાલે ટોપ કર્યું છે.
JEE મેઈન પરીક્ષાના પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ - SMIT CHAUHAN
અમદાવાદઃ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મળવવા માટે લેવામાં આવતી JEE મેઈન પરીક્ષાના પરિણામો જાહેર થઇ ગયા છે. NATની ઓફીશીયલ વેબસાઈટ jeemain.nic.in પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખની મદદથી લોગ ઇન કરી પરિણામ જોઈ શકશે.
jee
દેશભરના વિવિધ કેન્દ્રો પર 7,8,9,10 અને 12 એપ્રિલના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રતિષ્ઠિત એન્જીનીયરીંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઈન પરીક્ષાઓ લેવામાં આવે છે.