BSP પ્રમુખ માયાવતીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ગઠબંધનની UPમાં 70 બેઠકો આવશે અને ભાજપનું ખાતું પણ નહી ખુલે. જેની પર જવાબ આપતા જયા પ્રદાએ કહ્યું કે, આ માત્ર માયાવતીનું સપનું છે, જે ક્ચારે પણ પૂરું નહી થઈ શકે.
માયાવતીનું સપનું ક્યારે પૂરું નહીં થાય: જયાપ્રદા - bjp
લખનૌ: ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદા માટે ગુલશન વેલફેયર સોસાયટીએ શનિવારે દરબાદ હોટલમાં એક સભાનું આયોજન કર્યું હતું. જનસભામાં જયા પ્રદાનું મહિલાઓએ સ્વાગત કર્યું હતું.
આ સભા દરમિયાન મહિલાઓએ જયાપ્રદાની સાથે સેલ્ફી પણ લીધી હતી. જન સભાને સંબોધિત કરતા મહિલાઓએ વોટ કરવાની અપીલ કરી હતી. જયાપ્રદાએ કહ્યું કે, કેસ ફરી મોદી સરકાર બનશે અને લોકોના કામ કરવામાં આવશે. જેથી લોકોને રોજગાર મળી શકે.
માયાવતીએ આપેલા નિવેદન 1989માં કોંગ્રેસ બોફોર્સ કૌભાંડ મામલે સત્તામાંથી બહાર ફેંકાઈ હતી અને હવે ભાજપ રાફેલમાં સત્તામાં બહાર ફેંકાઈ જશે. આ નિવેદન પર મીડિયા સાથે વાત કરતા જયાપ્રદાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે રાફેલમાં કલીન ચીટ આપી દીધી છે. તેની વાત કરવી યોગ્ય નથી. તેને ચૂંટણી મુદ્દો બનાવવો યોગ્ય નથી. UPમાં 70 બેઠકો આવશે અને ભાજપનું ખાતું પણ નહી ખુલે તેની પર જવાબ આપતા કહ્યું કે, માયાવતીનું સપનું છે, જે ક્યારે પૂરું નહી થાય.