ઉમેદવારી ભરતા પહેલા અભિનેત્રી જયા પ્રદા ભમરૌઆ મંદીરે પહોંચી હતી જ્યાં ભગવાન શિવના દર્શન કરી પૂજા અર્ચના કરી આશિષ માંગ્યા હતા.
BIRTHDAYના દિવસે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી જયા પ્રદા - lok sabah election
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર જયા પ્રદા પોતાના જન્મ દિવસે એટલે કે આજે (3 એપ્રિલ)ના રોજ લોકસભા ચૂંટણી માટે રામપુરથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા છે. અહીં તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, સાંસદ રાજવીર સિંહ સહિત અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. ઉમેદવારી ભરતા પહેલા તેમણે કહ્યું કે, હું જ્યાંથી કામ કરવા માંગું છું ત્યાંથી ઉમેદવાર બની છું. મારા જન્મ દિવસ પહેલા ભાજપે મને ઉત્તમ ભેટ આપી છે.
ભગવાન શિવના દર્શન કર્યા બાદ ભાજપા ઉમેદવાર જયા પ્રદા હઝરત રહમાન અલાઉદ્દીન ચિશ્તીની મજાર પર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે અહીં જીત માટે દુઆ માંગી હતી. પોતાના જન્મ દિવસ પર અભિનેત્રી બાળકોને મિઠાઈ પણ ખવડાવી હતી.
આપને જણાવી દઈએ કે, જયા પ્રદા 3 એપ્રિલ 2019ના રોજ તેઓ 57મો જન્મ દિવસ મનાવી રહી છે. વર્ષ 1962માં તેમનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો. જયા પ્રદાએ પોતાની કરિયરમાં 200થી પણ વધારે ફિલ્મો કરી છે. રાજકારણમાં ઉત્તરપ્રદેશમાં સપાથી શરૂઆતી કરનારી અભિનેત્રી હવે રામપુર બેઠક પરથી ભાજપમાં નવી ઈનિગ્સ રમવા જઈ રહી છે.