નક્સલ કેમ્પની સૂચના મળતા જિલ્લા પોલીસ દળ, ડીઆરજી, એસટીએફ અને ITBPની સંયુક્ત ટીમ કોહકોટોલાના જંગલમાં પહોંચી હતી. જ્યાં જવાનોએ નક્સલીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો.
છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓનો કેમ્પને ધ્વસ્ત કર્યો - recovered
રાજનાંદગાંવઃ છત્તીસગઢના ઔધી થાના વિસ્તારમાં કોહકોટોલાના જંગલમાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં કેટલાય નક્સલીઓના મોત અને ઘાયલ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ani
નક્સલીઓ અને જવાનો વચ્ચે લાંબા સમય સુધી અથડામણ ચાલી, જ્યાર બાદ નક્સલી ભાગી ગયા હતા. એન્કાઉન્ટર બાદ જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી 1 રાયફલ, 12 બોરની 2 બંદૂક, 1 ભરમાર બંદૂક, 1 એયર ગન, વાયરલેસ સેટ, 3 ટૈંટની સાથે મોટા પ્રમાણમાં રોજીંદા જીવનમાં વપરાતો સામાન જપ્ત કર્યો છે.