કનક દુર્ગા મંદિર શહેરના સૌથી વધારે ભીડભાડવાળા વિસ્તારમાં આવ્યુ છે. જ્યાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને તહેવારો અને જાહેર રજાના દિવસોમાં આ સંખ્યા વધી જાય છે. જેથી આ દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી જાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં પૂજાની સામગ્રી લાવે છે. પરંતુ હવે માત્ર કાપડની બેગની જ મંજૂરી આપવામાં આવે છે.
જ્યારે મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર કોટેશ્વરમ્મા હતા, ત્યારે તેમણે મંદિરના કર્મચારીઓને દેવી દુર્ગાને અર્પણ કરેલા કપડામાંથી કાપડની થેલીઓ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ આ પહેલથી મંદિરના ભંડોળ ઉપર તેની અસર પડી હતી. હાલના એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશ બાબુએ અગાઉથી આયોજન કરી પૂરતા પ્રમાણમાં કાપડની થેલીઓનો સંગ્રહ કરાવી દીધો છે. સુરેશ બાબુએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, " અમે મંદિર પરિસરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કર્યો છે. બેનરો, મીડિયા અને લાઉડસ્પીકર દ્વારા ઘોષણાઓ દ્વારા ભક્તોને પ્લાસ્ટિક ન લાવવા અપીલ કરીએ છીએ. તેમ છતાં જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો વિજિલન્સ ટીમ કાર્યવાહી કરે છે."