જમ્મુ-કશ્મીરના બારામુલામાં અથડામણ, 1 આતંકી ઠાર - terrorist
શ્રીનગર: જમ્મુ કશ્મીરના બારામુલામાં શનિવારના રોજ થયેલી અથડામણમાં એક આતંકીનો ઠાર થયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ઉરી ક્ષેત્રના બોનિયાર વિસ્તારમાં સવારે આતંકવાદીઓ અને રાષ્ટ્રીય રાઈફલ્સ તેમજ રાજ્ય પોલીસના વિશેષ અભિયાનના સમુહ વચ્ચે અથડામણ શરુ થઈ છે.
જમ્મુ કશ્મીર
મળતી માહિતી અનુસાર, જમ્મુ કશ્મીરના બારામુલામાં શનિવારના રોજ અથડામણ થઈ હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં 1 આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.