ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં 10 હજારથી વધુ લોકોએ શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી: કેન્દ્ર સરકાર - નમાઝ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટી ગયા બાદ આજે ભારે સુરક્ષા વચ્ચે પ્રથમ ઈદ મનાવી રહ્યા છે. અહીં શાંતિપૂર્ણ રીતે ઈદનો તહેવાર થઈ શકે તે માટે પ્રશાસન તરફથી ત્યાંના સ્થાનિક મૌલવીઓ સાથે બેઠક પણ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી મળેલી જાણકારી મુજબ લગભગ 10 હજારથી પણ વધુ લોકોએ શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી.

ians

By

Published : Aug 12, 2019, 12:39 PM IST

Updated : Aug 12, 2019, 2:37 PM IST

જિલ્લા કલેક્ટર ચૌધરીએ નમાઝ અદા કરવાની જગ્યાઓ, અમુક મસ્જિદ તથા મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અસુવિધાને ઓછી કરવા માટે તથા સુવિધાઓ યોગ્ય રીતે લાગૂ કરવા માટે થઈ પ્રયાસો થઈ રહ્યા છે.

સાથે સાથે અહીં હાલ 250થી પણ વધારે એટીએમ મશીન ખોલવામાં આવ્યા છે. તથા બેંક શાખાઓ પણ કાર્યરત થઈ ગઈ છે.

કાશ્મીર ડિવીઝલ કમિશ્નર બશીર ખાને જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર મનાવી રહ્યું છે પહેલી ઈદ

તો વળી ઈદના તહેવારને લઈ પ્રશાસન તરફથી ઘાટીમાં ખરીદી કરવા માટે થઈ થોડી ઢીલ વર્તવામાં આવી છે.

JK પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ સુધી સામાન્ય સ્થિતી છે, કોઈ પણ દુર્ઘટનાની જાણકારી મળી નથી.

ઘાટીમાં બકરીદના કારણે વર્તવામાં આવેલી ઢીલના કારણે લોકો બજારોમાં ઈદની ખરીદી કરતા જોવા મળ્યા હતાં.

Last Updated : Aug 12, 2019, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details