શ્રીનગર: આતંકીઓએ શ્રીનગરના પંથ ચોકમાં પોલીસ અને CRPFના જવાનો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળો નાકાબંધી પસાર થઈ રહેલા વાહનો ચેક કરી રહ્યાં હતાં, ત્યારે આતંકીઓએ ફરી હુમલો કર્યો હતો.
શ્રીનગરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 3 આતંકી ઠાર, ASI શહીદ - security forces
શ્રીનગરમાં પોલીસ અને CRPFની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર અને એક ASI શહીદ થયા છે.
શ્રીનગર
આ હુમલા બાદ અથડામણ શરૂ થઈ હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. આ દરમિયાન ASI બાબૂ રામ શહીદ થયા છે. જાણવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુરક્ષાદળો વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતા, ત્યારે આતંકીઓએ સુરક્ષાદળો પર ફરી ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ અથડામણમાં ત્રણ આતંકી અને એક ASI બાબૂ રામ શહીદ થયા છે. હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Last Updated : Aug 30, 2020, 11:06 AM IST