શ્રીનગર: સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, એલર્ટ સેનાને રાજૌરી જિલ્લાના કલાલ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ દેખાઈ હતી. જેથી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર: LOC પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સેના સફળ રહી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકી ઠાર મરાયા છે.
જમ્મુ-કાશ્મીર: LOC પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આતંકી ઠાર
તેમણે કહ્યું કે, "LOC પર ઘુસણખોરીનો પ્રયાસ કરનારાને પડકારવામાં આવ્યાં હતાં. જેમાં ટૂંકા ફાયરિંગ બાદ ત્રણેય આતંકીઓ માર્યા ગયા હતા.”
અધિકારીના જણાવ્યા મુજબ, ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ 28 મે, 2020ના રોજ ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.