નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કહેર અને લૉકડાઉન વચ્ચે રમઝાનના પવિત્ર મહિનાની શરુઆત શનિવારથી થઇ હતી. શુક્રવારે ચાંદ દેખાયો હતો, તેની સાથે જ રમઝાનની ઘોષણા કરવામાં આવી હતી. આ પહેલા શુક્રવારે દિલ્હી સ્થિત જામા મસ્જિદ રમઝાનના પવિત્ર મહિનાની શરુઆત પહેલા જ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
આજથી રમઝાનના પવિત્ર મહિનાની શરુઆત, જામા મસ્જિદ રોશનીથી ઝગમગી ઉઠી - નેશનવાઇડ લૉકડાઉન
દિલ્હી સ્થિત જામા મસ્જિદ રમઝાન મહિનાની શરુઆત પહેલા રોશનીથી ઝગમગી ઉઠી હતી. આજથી રમઝાનનો પવિત્ર માસ શરુ થયો છે.
Jama Masjid illuminates with bright lights as Ramzan moon sighted
રમઝાન શરુ થતાં PM મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ રમઝાનના મહીનાની શરુઆત થતાં ટ્વીટ કરીને લખ્યું કે, 'રમઝાન મુબારક! હું બધાની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. આ પવિત્ર માસ તેની સાથે દયા, સદ્ભાવ અને કરુણા લઇને આવે. આપણે કોરોના સામેની લડાઇમાં એક નિર્ણાયક જીત હાંસિલ કરીશું અને એક સ્વસ્થ ગ્રહ બનાવીશું.'