CRPF જવાનો પર પુલવામા ખાતે થયેલા હુમલાનામાસ્ટર માઇન્ડ રહી ચૂકેલો મુદ્દસિર ખાનના સાગરિતસજ્જાદ ખાનનેદિલ્હી પોલીસની સ્પેશિય સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી સજ્જાદ આ હુમલા બાદ દિલ્હીમાં છુપાયેલો હતો. જો કે સજ્જાદ ખાન દિલ્હીમાં સ્લીપર સેલને એક્ટીવેટ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ભવિષ્યમાં દેશની રાજધાનીમાં હુમલાઓને અંજામઆપી શકે છે.
સ્પેશિયલ ટીમના DCP પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની ટીમ આતંકવાદીઓને ધ્યામમાં રાખતા તપાસ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેઓને સુચના મળી છે કે, જૈશ-એ-મહોમ્મદના આતંકી સજ્જાદ ખાન શહેરની લાલ કિલ્લા નજીક આવેલા લાલા લજપત રાય માર્કેટમાં કોઇને મળવા પહોંચ્યો હતો.
જે અંગે સ્પેશિયલ સેલની ટીમે ગુરૂવારની મોડી રાતે રેડ કરીને 27 વર્ષિય સજ્જાદ ખાનની ધરપકડ કરી હતી અનેઆ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
દિલ્હી સ્પશિયલ સેલની ટીમ દ્વારા આરોપીની પુછપરછ કરતા આતંકીએ જણાવ્યું હતું કે, તે મુદ્દસિર ખાનનો સાથી છે, જે પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. પોલીસે પુલાવામા હુમલામાં સજ્જાદની ભુમિકા અંગેની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુંહતું કે, સજ્જાદ ખાન પોતે પુલવામાનો જ રહેવાસી છે.
સજ્જાદ ખાને પોલીસને જણાવ્યું કે, મુદ્દસિરે જ તેને દિલ્હી ખાતે સ્લીપર સેલને એક્ટીવેટ કરવામોકલ્યો હતો. તેથી સજ્જાદ ખાન દિલ્હીમાં જ રહીનેે આતંકવાદીઓની ભર્તી કરી રહ્યો હતો. જે ભવિષ્યમાં દેશની રાજધાનીમાં હુમલાઓને અંજામ આપી શકે છે.