નવી દિલ્હીઃ મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા વિદેશ પ્રધાન જર્મની પહોંચ્યાં હતાં. ત્યાં એસ. જયશંકરે રાષ્ટ્રવાદ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ વિદેશ પ્રધાન જયશંકર અમેરિકી સીનેટર લિંડસે ગ્રાહમને કાશ્મીર અંગે જવાબ આપતાં કહ્યું હતું કે, "અમારા દેશની સમસ્યાને અમે સંભાળી લઈશું."
ભારતની તુર્કીને સલાહ, 'કાશ્મીર મુદ્દે દખલ ન કરો'
વિદેશ પ્રધાન એસ. જયશંકર એક સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યાં હતા. જ્યાં તેમણે રાષ્ટ્રવાદના મુદ્દે વાત કરી હતી. તેમજ પાકિસ્તાન લઈ ભારતના વલણની પણ ચર્ચા કરી હતી.
રાષ્ટ્રવાદ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સકારાત્મક દેશનું નામ રાષ્ટ્રવાદ છે. કેટલાક એવા પણ મુદ્દાઓમાં અસુરક્ષિત રાષ્ટ્રવાદ છે. વાસ્તવિકતા એ છે કે, એકથી વધુ રાષ્ટ્રવાદી દુનિયા જાહેર કરવામાં ઘણા પક્ષો જોવા મળે છે.
દેશની સાંપ્રદાયિકતા વિશે વાત કર્યા બાદ વિદેશ મંત્રાલયે તુર્કીના અનુરોધ કરતાં કહ્યું હતું કે, કાશ્મીર એ ભારતના આંતરિક મામલો છે, જેમાં કોઈએ દખલ કરવાની જરૂર નથી. નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાની સંસદમાં તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆનના સંબોધનમાં નકારી દીધા હતાં.