વાત કંઇક એવી છે કે, એક મહિલા પોતાના ફેમેલી સાથે જમ્મુ શ્રીનગર ટ્રાફિક જામમાં ફસાઇ હતી અને મુશ્કેલીને જોઇ તેને CRPFને કોલ કર્યો હતો અને પોતાની મુશ્કેલીથી વાકેફ કર્યા હતા અને જણાવ્યું કે, તે પોતે તેના ફેમેલી સાથે એક ટ્રાફિક જામમાં ફસાયા છે અને તેના બાળકો ભુખ્યા છે. જેના પગલે CRPF તેની મદદની વ્હારે આવ્યું હતું. જેમાં ઇન્સ્પેક્ટર રધુવીરે 157 બટાલીયન સાથે 12 KM ચાલીને ફુડ, પાણી અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ પહોંચાડી હતી. આ સમગ્ર માહિતી CRPFએ ટ્વીટ કરી આપી હતી.
CRPF ટ્રાફિકમાં ફસાયેલા ભૂખ્યા બાળકોની વ્હારે આવ્યું, 12 KM ચાલીને આવી ભોજન પુરૂ પાડ્યું - VRPF MAdadgaar
જમ્મુ: વર્લ્ડ અને દેશમાં ક્યારેય મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે, જે સમય પસાર થતા સામે આવતી હોય છે, ત્યારે તેવી જ એક ઘટના જમ્મુની સામે આવી છે. જેમાં એક મહિલાએ બચાવ માટેનો કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બાળકો ભુખ્યા છે અને ટ્રાફીક જામમાં ફસાયેલા છે. જે સમાચાર મળતાની સાથે જ ફસાયેલા ફમેલી મદદની વ્હારે CRPF પહોંચ્યું હતું.
CRPF આવ્યું ટ્રાફીકમાં ફસાયેલા ભૂખ્યા બાળકોની વ્હારે, 12 KM ચાલીને આવી ભોજન પુરૂ પાડ્યુ
આ સમગ્ર ઘટનામાં 84 બટાલીયનને સૌ પ્રથમ મેસેજ મળ્યો હતો જેને બાજુની કંપનીને પસાર કર્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા એક દિવસથી ટ્રાફિક જામ સર્જાયો છે અને રસ્તાઓને વન વે કર્યા છે.