15 જુલાઇના રોજ શક્તિશાળી રોકેટ 'બાહુબલી: પર સવાર થઇ ચંદ્રયાન 2 પોતાના મિશન પર જશે.જેને જોવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ઈસરો દ્વારા હાલમાં જ સામાન્ય લોકો માટે રોકેટ લોન્ચિંગની પ્રક્રિયા માટે ઓનલાઇન લાઇવ રજીસ્ટ્રેશન કરાવામાં આવ્યું હતું. લોકોને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલી ગેલરીમાં બેસીને ઈસરોના લોન્ચીંગને જોઈ શકશે.આમાં કુલ 10 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રોકેટ લોન્ચિંગને જોવા 7,134 લોકોએ કરાવ્યા રજીસ્ટ્રેશન, સવારે 2.51 કલાકે લોન્ચિંગ થશે - Andhrapradesh
ન્યૂઝ ડેસ્ક: ભારતના સૌથી મોટા મિશન ચંદ્રયાન 2 ને જોવા માટે અનેક લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. આ મિશનને જોવા માટે લાખો લોકો ઉત્સાહી છે. લાઇવ જોવા માટે 7,134 લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
ફાઇલ ફોટો
આ લોન્ચિંગ જોવા માટે વિભિન્ન સ્થળોથી લોકો આવાના છે. રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3, 15 જુલાઈ સવારે 2.51 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ સ્પેશ સેન્ટરથી લોન્ચ થશે.