ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકામાં થયેલા હુમલામાં IS એ જાહેર કરી 8 આંતકવાદીઓની તસ્વીર - Gujarati news

કોલંબોઃ શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી ISIS એ લીધી છે. હુમલાની જવાબદારી લીધા બાદ આતંકી સંગઠન ઈસ્લામિક ઈસ્ટેટ(IS) હુમલામાં સામેલ આંતકીઓની તસ્વીર જાહેર કરી છે. IS એ તસ્વીરને લઈ કહ્યું છે કે આ તસ્વીરમાં દેખાતા આઠ આતંકવાદીઓએ શ્રીલંકામાં આંતકી હુમલાને અંજામ આપ્યો છે.

IS એ જાહેર કર્યો 8 આંતકવાદીઓની તસ્વીર

By

Published : Apr 24, 2019, 8:03 AM IST

નોંધનીય છે કે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યાનો આંકડો સતત વધતો જાય છે. મંગળવાર સુધીમાં આ હુમલામાં થયેલા મૃતકોની સંખ્યા વધીને 300 સુધી પહોંચી છે. રવિવારે હુમલો થયા બાદ હજી પણ જોખમ યથાવત છે. તેમજ એરપોર્ટ પર પણ એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો.

જણાવી દઈએ કે પડોશી દેશ શ્રીલંકામાં ઈસ્ટર પર દેશમાં 8 વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. જે હુમલામાં અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા છે, જેમાં 45 વિદેશી તો 11 ભારતીયનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details