ગુજરાત

gujarat

વિરોધ પ્રદર્શનના પગલે AMU 5 જાન્યુઆરી સુધી બંધ, 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

By

Published : Dec 16, 2019, 3:37 AM IST

આગરા: નાગરિકતા સંશોધન અધિનિયમ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યુ છે. જેના પડઘા ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ પડ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. જેના પગલે 5 જાન્યુઆરી સુધી યુનિવર્સિટી બંધ કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે.

PROTEST
વિરોધ પ્રદર્શનના પગલે AMU 5 જાન્યુઆરી સુધી બંધ, 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

અલીગઢ મુ્સ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પોલીસે રોકવાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારપછી વિદ્યાર્થીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં 6 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. બે કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો.

પોલીસે ટીયર ગેસ છોડી પ્રદર્શનકારીઓને હટાવ્યા હતા. ડીજીપીએ આગરાના એડિશનલ ડીજીને ઘટના સ્થળે પહોંચવા સુચના આપી છે. આ સાથે હાથરસ અને કાસગંજના અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવી લેવાયા છે.

વિરોધ પ્રદર્શનના પગલે AMU 5 જાન્યુઆરી સુધી બંધ, 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

સ્થિતિ વધુ સ્ફોટક ન બને અને અફવાઓ ન ફેલાય તે માટે અલીગઢના કલેક્ટર ચંદ્રભુષણસિંહ દ્વારા 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અલીગઢમાં રવિવાર રાત્રે 10 વાગ્યાથી સોમવારના રાત્રીના 10 સુધી ઈન્ટરનેટ બંધ રહેશે તેવો આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details