ખુફિયા એજન્સીઓના જણાવ્યાં અનુસાર આતંકી મસૂદ અજહરે રામ મંદિર બનવાની જાહેરાત કર્યા બાદ આતંકીઓના મોટા હુમલાની વાત કહી છે.
અયોધ્યામાં હુમલાનો પ્લાન ઘડી રહ્યો છે જૈશ, 7 આતંકી ઘુસ્યા હોવાના મળ્યા ઇનપુટ - મસૂદ અજહર
નવી દિલ્હી: ભારતીય ખુફિયા એજન્સીઓએ અયોધ્યામાં આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. રિપોર્ટ મુજબ, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સાગરીત મસૂદ અજહર અયોધ્યામાં હુમલાનો પ્લાન ઘડી રહ્યો છે.
નેપાળ સીમાથી યુપીમાં 7 આતંકી આવ્યા હોવાના ઇનપુટ
એજન્સી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ દ્વારા અજહરે ભારતીય ધરતી પર મોટો હુમલો કરવાનુ કહ્યું છે.
સુરક્ષા એજન્સીઓ એ વાતથી ચિંતિત છે કે ગત મહિને પાકિસ્તાનના 7 આતંકવાદી ભારત-નેપાળના સરહદ પરથી દાખલ થયા હતા અને આ વખતે ઉતરપ્રદેશના ગોરખપુર અને અયોધ્યામાં છુપાયા છે.