નવી દિલ્હી: સ્પેશિયલ સેલના ઈન્સ્પેક્ટર સંજીવ યાદવનું કોરોનાથી મોત થયું છે. તેઓ સ્પેશિયલ સેલની વેસ્ટર્ન રેન્જમાં જનકપુરી સ્થિત યુનિટમાં તૈનાત હતાં. બે અઠવાડિયા પહેલાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, ત્યારબાદ તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે અઠવાડિયાથી તેઓ આઇસીયુમાં હતાં.
દિલ્હીમાં ઇન્સ્પેક્ટર સંજીવ યાદવનું કોરોનાથી મોત, પ્લાઝ્મા થેરાપી પણ નિષ્ફળ ગઇ - ક્રાઇમ બ્રાંચ
કોરોનાનો કહેર અવિરત ચાલુ જ છે, ત્યાં કોરોનાની ઝપેટમાં આવતા દિલ્હીમાં સ્પેશિયલ સેલના ઈન્સ્પેક્ટર સંજીવ યાદવનું મંગળવારે મોડી રાત્રે મોત થયું હતું. તેઓ લગભગ 15 દિવસથી મેક્સ હોસ્પિટલમાં દાખલ હતાં. સંજીવ યાદવ સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાંચમાં મહત્વપૂર્ણ કામગીરીમાં સામેલ હતાં. ગયા ગણતંત્ર દિવસ પર તેમને શૌર્ય પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
ઇન્સ્પેક્ટર સંજીવ યાદવ
ડોકટર તેમને સતત સારવાર આપી રહ્યા હતા. તેમની તબિયતમાં કોઇ સુધારો આવ્યો નહીં. તેમને બે વખત પ્લાઝમાં થેરાપી પણ આપવામાં આવી હતી. મંગળવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે.