ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કચ્છના સર ક્રીકમાંથી બિનવારસી બોટ મળી હતી, કેરળમાં હાઈએલર્ટ વચ્ચે એજન્સીઓ સતર્ક

પુનાઃ થોડા દિવસ પહેલા ગુજરાતના કચ્છમાંથી એક બિનવારસી બોટની મળી હતી. જે 24 ઓગષ્ટના રોજ શનિવારે કચ્છના સર ક્રીક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી આવી હતી. જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો. આ બોટ મળ્યાં બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હતું. જ્યારે આ બોટ મળી ત્યારે કાશ્મીરની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશભરની બોર્ડર પર હાઇએલર્ટ હતું. આ અંગે આર્મી સાઉથ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ કહ્યું કે, મળતા સુરક્ષા ઇનપુટ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારમાં આતંકીઓ હુમલો થઈ શકે છે. સેનાના ઇનપુટ અંગેના મેસેજ બાદ કેરળના DGP લોકનાથ બેહેરાએ કહ્યું હતું કે, કેરળને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

કચ્છના સર ક્રીકમાંથી બિનવારસી બોટ મળી હતી, કેરળમાં હાઈએલર્ટ વચ્ચે એજન્સીઓ સતર્ક

By

Published : Sep 9, 2019, 6:46 PM IST

Updated : Sep 10, 2019, 10:34 AM IST

થોડા દિવસ પહેલા ગુજરાતના કચ્છમાંથી બિનવારસી બોટની મળી હતી તે સર ક્રીક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી હતી. 24 ઓગષ્ટના રોજ શનિવારે બિનવારસી બોટ મળી હતી. જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો. આ બોટ અહીં સુધી કેવી રીતે પહોંચી અને તેમાં ઘુસણખોરો હતા કે, કેમ તેના વિશે કોઇ માહિતી મળી નથી. જ્યારે આ બોટ મળી ત્યારે કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશભરની બોર્ડર પર હાઇએલર્ટ હતું.

aniનું ટ્વીટ
Last Updated : Sep 10, 2019, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details