ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#કોવિડ-19 : ભારતનું મિશન વિદેશ, નાગરિકોને પરત મોકલવા

કોરોના વાયરસની મહામારી વચ્ચે યુ.કે ફસાયેલા ભારતીયો સહિતતના અન્ય દેશાના નાગરિકોને નોંધપાત્ર રાહત થઇ છે. જેમાં યુ.કેએ ફસાયેલા લોકોની વિઝા અવધી વધારવાનો નિર્ણય લીધો છે. યુ. કે માં પહેલાથી જ ઘણા બધા વિદેશી નાગરિકો છે કે જેમના વિઝા 24 જાન્યુઆરી પછી સમાપ્ત થઇ ગયા છે. તે લોકો હવે ઘરેથી ઓફિસથી ઇમેઇલ કરીને ચાલુ વર્ષે 31મી મે સુધી વિઝાની મુદ્દતમાં વધારો મેળવી શકશે. સમગ્ર વિશ્વમાં લોકડાઉન અને મુસાફરી પરના પ્રતિબંધોને પગલે પોતાના દેશમાં પરત આવી શકનારા નાગરિકો માટે આ એક આવકાર દાયક પગલુ છે. જે વિદેશી નાગરિકો યુ.કે માં છે અને નિયમ મુજબ સ્વસ્થ હોવાનું પ્રમાણપત્ર ધરાવે છે તેમને CIH@homeoffice.gov.uk પર ઇમેઇલ કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે તેમણે તેમના વિસ્તૃત રોકાણ, તેમનું નામ અને અગાઉ વિઝા સંદર્ભની વિગતો ઇમેઇલમાં જણાવવાની રહેશે. સાથેસાથે 08006781767 મફત હેલ્પલાઇન નંબર પણ શરૂ કરાયો છે. જેમાં સપ્તાહના દિવસ દરમિયાન સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

# કોવિડ 19 : ભારતનું મિશન વિદેશ, નાગરિકોને પરત મોકલવા
# કોવિડ 19 : ભારતનું મિશન વિદેશ, નાગરિકોને પરત મોકલવા

By

Published : Apr 1, 2020, 5:30 PM IST

યુ. કે ના બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે જણાવ્યુ છે કે યુ.કે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે અને તેમને નિયંત્રણની બહારના સંજોગો માટે દંડ કે સજા કરશે નહી. ફસાયેલા લોકોના વિઝા લંબાવીને તેમના માનસિક શાંતિ આપી રહ્યા છીએ. તો ખાતરી પણ આપીએ છીએ કે મહત્વપૂર્ણ સેવા સાથે સંકળાયેલા લોકો તેમનું કાર્ય પણ ચાલુ રાખી શકશે.

તો અધિકારીઓએ ખાતરી આપી છે કે આ વિઝા સમય વધારવાની જરૂર રહેશે તો તેની સમીક્ષા પણ કરવામાં આવશે. દેશમાં રહેતા લોકોને દેશના અન્ય સ્થળે પર જવાની જોગાઇઓને પણ થોડા સમય માટે વધારવામાં આવી છે. જેમાં યુ કે માં રહેતા સમયે ટાયર-4 એટલે વિદ્યાર્થીઓ અને ટાયર 2 સામાન્ય કામદારોને અન્ય સ્થળે જવા પરવાનગી અપાશે. અને તેમને કામ કરવાની જરૂર જણાય તો તેમને પરવાનગી પણ આપવામાં આવશે.

ભારતમાં હાઇ કમિશનર જેન થોમ્પસને આશા વ્યક્ત કરતા જણાવ્યુ કે આ નિર્ણયથી યુ. કે માં ફસાયેલા ઘણા ભારતીયોને મહંદ અંશે રાહત મળશે. હાલ દેશમાં પરત ફરવામાં અમસર્થ લોકો માટે વર્તમાન સ્થિતિ કેટલી પીડાદાયક છે તે અંગે હું પણ વાકેફ છુ. યુ,કે ની આ જાહેરાતથી ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને રાહત મળશે. ભારતમાં હુ અને મારો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છીએ અને ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિરોને પણ મદદની જરૂર છે તે મુજબ ભારતમાં ટેકો મળી રહ્યો છે.

આ દરમિયાન ભારતે પણ દેશમાં આવેલા તમામ વિદેશી નાગરિકોની માટેની વિઝા મુદ્દત 15 એપ્રિલની મધરાત સુધી વધારવાની જાહેરાત કરી છે. વિઝાની અવધી વધારવા માટે વિદેશી નાગરિકોને ઓનલાઇન અરજી કરવાનું કહેવામાં આવ્યુ છે. ભારતમાં 17 માર્ચથી 37 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને 22 માર્ચે તમામ વિમાની સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે.

વિદેશી દૂતાવાસો નાગરિકોને ઘરે પાછા ફરવામાં મદદ કરી રહ્યુ છે.

યુ.કે, જાપાન, યુ.એસ, જર્મની, અફઘાનિસ્તાન અને રશિયા સહિતાના દેશો તેમના નાગરિકોને તેમના દેશોમાં પરત જવા માટે વિમાનન સેવા મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. યુ. કે હાઇ કમિશન સ્વદેશમાં પરત જવા માંગતા નાગરિકોને મદદ કરી રહ્યુ છે અને યુ કેની વિમાન સેવા ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે પણ સલાહ આપવામાં આવી રહી છે.

ભારત સ્થિત જર્મન દુતાવાસ અને યુરોપિયન યુનિયનના દેશો સાથે મળીને ભારત સરકાર સાથે સંકલન કરીને રાઉન્ડ ધ ક્લોક માહિતી કેન્દ્ર ચલાવી રહ્યુ છે.જેમાં ફસાયેલા વિદેશી પ્રવાસીઓને તેમના દેશમાં મોકલવા માટે વિશેષ ફ્લાઇટનું આયોજન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જર્મની, .યુરૌપિયન યુનિયનમાં નાગરિકત્વ ધરાવતા ભારતીયો સહિત 500 જેટલા લોકોને આજે લઇને લુફથાન્સાની ફ્લાઇટ આજે ઉડાન ભરશે. તો બીજુ ખાસ વિમાન ગુરુવારે મોડી રાત્રે 500 થી વધુ નાગરિકો સાથે રવાના થશે.ભારતમાં અંદાજે પાંચ હજાર જર્મન પ્રવાસીઓ ફસાયા છે. દુતાવાસ દ્વારા સત્તાવાર ટ્વીટર એકાઉન્ટથી જાહેર કરવામાં આવેલા એક વિડિયોમાં જર્મન દુતાવાસ વોલ્ટર લેન્ડરે માહિતી આપી હતી કે પોતાના દેશોમાં પરત મોકલવા માટે મોડી રાત્રે તેમના દેશના નાગરિકોને બસ મારફતે ઋષિકેષ અને જયપુરથી લવાવવામાં આવ્યા હતા. તેમણે તેમના નાગરિકોને દિલ્હી એરપોર્ટની નજીકમાં આવેલી હોટલમાં રહેવા માટે જણાવવામાં આવ્યુ હતુ અને હાલ દુતાવાસ તેમને પરત મોકલવા માટેની ફ્લાઇટની મંજુરી માટે ભારત સરકારની મંજુરીની રાહ જોઇ રહ્યુ છે.

તો આજે સવારે બે વિશેષ ફ્લાઇટમાં દિલ્હીથી રશિયા માટે 388 નાગરિકો અને ગોવાથી મોસ્કોવ જવા 126 રશિયન નાગરિકોને પરત મોકલાયા હતા. જો કે આ સિવાય હજુ સુધી અન્ય કોઇ ફ્લાઇટ માટેનું આયોજન કરાયુ નથી. ત્યારે દિલ્હીના અને દેશમાં આવેલા અન્ય ત્રણ દુતવાસે ભારતમાં ફસાયેલા રશિયન નાગરિકોને સંપર્કમાં રહેવાની અઅને જરૂર પડયે સલાહ લેવા માટે અપીલ કરી છે.

તો અફઘાનિસ્તાનના રાજદુત તાહિક કાદરીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભારતમાં આવેલા અફઘાનિસ્તાના નાગરિકો ગુરુવારથી પરત જઇ શકે તેમ છે. આ માટે કરવામાં આવતા પ્રયત્નો અને સંકલનને કારણે આવતીકાલે ભારત સરકાર દ્વારા મંજુરી મળે તેવી સંભાવનાઓ છે. અમે અમારા ફસાયેલા અફઘાનિ નાગરિકોને ફ્લાઇટની વિગતો માટે સંપર્કમાં રહેવા માટે જણાવીએ છીએ. અમે ભારતનો આભાર માનીએ છીએ.

સ્મિતા શર્મા, નવી દિલ્હી

ABOUT THE AUTHOR

...view details