ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં બનશે દેશની પ્રથમ પ્લાઝમા બેંક, સીએમ કેજરીવાલે કરી જાહેરાત - પ્લાઝમા ડોનેટ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે પ્લાઝમા થેરેપીથી કોરોના દર્દીઓના ઇલાજનું ટ્રાયલ કર્યું હતું. જેમાં સફળતા મળી છે. હવે અમે પ્લાઝમા બેન્ક તૈયાર કરવા જઈ રહ્યાં છીએ.

India's first plasma bank to be built in Delhi
દિલ્હીમાં કોરોના કેર, કેજરીવાલ સરકાર પ્લાઝમા બેન્ક તૈયાર કરશે

By

Published : Jun 29, 2020, 4:26 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઇરસ કેર યથાવત છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે કોરોના વાઇરસ સંક્રમિતોનો ઇલાજ પ્લાઝ્મા થેરેપીથી કરીશું. જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાઇલિયરી સાયન્સેઝ હોસ્પિટલમાં એક પ્લાઝ્મા બેન્ક તૈયાર કરવામાં આવી રહી છે.

કેજરવાલે કહ્યું કે, આ બેન્ક માટે ડોક્ટરની સલાહ લીધી છે. જેથી બે દિવસ બાદ કોરોના દર્દીઓને પ્લાઝમા મળવાનું શરૂ થઇ જશે. દિલ્હી સરકારે પ્લાઝ્મા થેરેપીથી દર્દીઓના ઇલાજનું ટ્રાયલ કર્યું હતું. જેમાં થોડિક સફળતા મળી છે. આમ, કેજરીવાલે લોકોને બેંકમાં વધુ પ્રમાણમાં પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.

મહત્વનું છે કે, દિલ્હીમાં સોમવારે સવાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 83 હજારથી વધુ થઇ ગઇ છે. જેમાંથી 52607 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે, જ્યારે 2623 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details