નવી દિલ્હી : દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ વર્ષે યૂનિયન બજેટમાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ખાસ ‘કિસાન રેલ’ દોડવાવાની જાહેરાત કરી હતી. જેનો અમલ થવા જઈ રહ્યો છે.
દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે આ પ્રથમ ટ્રેન સેવા હશે, જે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુરની વચ્ચે દોડશે.કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.
દુધ, ફળ અને શાકભાજીના અવર-જવર માટે આ સેવા મહત્વપુર્ણ બતાવવામાં આવી રહી છે. તેનાથી જલ્દી ખરાબ થતા કૃષિ ઉત્પાદનો ઓછા સમયમાં બજાર સુધી પહોંચાડી શકાશે.