- લેહમાં ભારતનો પ્રથમ ભૂસ્તર પ્રોજેક્ટ
- લેફ્ટનન્ટ ગવર્નર અને સ્થાનિક સાંસદ જામ્યાંગ શેરીંગ નામગ્યાલની હાજરીમાં કર્યા હસ્તાક્ષર
- સામાન્ય લોકોને મળશે મફત વીજળી
લદ્દાખ :ભારતનો પ્રથમ ભૂસ્તર ક્ષેત્ર વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે સીમાચિહ્ન ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર. કે. માથુરે આ પ્રોજેક્ટને કાર્બન-તટસ્થ લદ્દાખનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું ગણાવ્યું હતું.
સામાન્ય લોકોને 100 ટકા મફત વીજળી પૂરી પાડવામાં આવશે
એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કરાર પર લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રશાસન, લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-લેહ અને ONGC એનર્જી સેન્ટર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર અને સ્થાનિક સાંસદ જામ્યાંગ શેરીંગ નામગ્યાલની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં એક મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે અને સામાન્ય લોકોને 100 ટકા મફત વીજળી પૂરી પાડવામાં આવશે.