ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં કોરોનાના કારણે મૃત્યુ દર ઓછો, 10 લાખની વસ્તી દીઠ 15ના મૃત્યુ: આરોગ્ય મંત્રાલય - દેશમાં કોરોનાના કારણે મૃત્યુ દર ઓછો

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આજે પ્રતિ મિલિયન વસ્તીમાં 538 કેસ છે. વસ્તીને ધ્યાનમાં લેતા, ઘણા દેશોમાં કેસો ભારત કરતા 16-17 ગણા વધારે છે. ભારતમાં મૃત્યુ દર ઓછો છે.

Health Ministry.
Health Ministry.

By

Published : Jul 9, 2020, 5:55 PM IST

નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં કોરોનાની હાલત વિશે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મંત્રાલયે કહ્યું કે આપણે વસ્તીના આધારે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છીએ. આટલી મોટી વસ્તી હોવા છતાં, આપણે કોરોના પર સંતોષકારક કાર્ય કર્યું છે. વસ્તીની દ્રષ્ટિએ, વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે કોરોના મામલે સૌથા પાછળ છીએ.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આજે પ્રતિ 10 લાખ વસ્તીમાં 538 કેસ છે. વસ્તીને ધ્યાનમાં લેતા, ઘણા દેશોમાં કેસો ભારત કરતા 16-17 ગણા વધારે છે. ભારતમાં મૃત્યુ દર ઓછો છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં દર 10 લાખ વસ્તીમાં 15 મૃત્યુ થયા છે. તે જ સમયે, કેટલાક દેશો એવા છે કે જ્યાં તે આપણા કરતા 40 ગણો વધારે છે. ભારતમાં રિકવરી થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે દેશમાં કોરોનાના 269000 સક્રિય કેસ છે, જ્યારે 476378 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. કોરોનાથી 15 થી 29 વર્ષની વયના લોકોના મોતની વાત કરીએ તો તે માત્ર 3 ટકા છે. જ્યારે 11 ટકા મૃત્યુ 30 થી 44 વર્ષની ઉંમરે થયા છે.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે 60 થી 74 વર્ષની વયે વધુ લોકોના મૃત્યુ થયા છે. 45 થી 75 વર્ષની વયના લોકો વધુ સંવેદનશીલ હતા અને આ કેટેગરીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધારે રહી છે.

ABOUT THE AUTHOR

...view details