ગુજરાત

gujarat

છેલ્લા 24 કલામાં દેશમાં કોરોનાના નવા 44,376 કેસો નોંધાયા, 481 લોકોના મોત

By

Published : Nov 25, 2020, 1:23 PM IST

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 44,376 નવા કેસ સામે આવ્યાં છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોવિડ 19નો ભોગ બનેલા 481 લોકોના મોત થયા છે.

coronavirus
coronavirus

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 44,376 નવા કેસ સામે આવ્યાં છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોવિડ 19નો ભોગ બનેલા 481 લોકોના મોત થયા છે.

કોરોનાના નવા 44,376 કેસ નોંધાયા

દેશભરમાં 4,44,746 એક્ટિવ કોરોનાના કેસ છે. નવા આંકડા બહાર આવ્યા પછી દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 92,22,217 પર પહોંચી છે. આમાં સ્વસ્થ થનારા 86,42,771 લોકોની સંખ્યા સામેલ છે. છેલ્લા 24 કલાકમાં 37,816 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આરોગ્ય મંત્રાલયે તાજેતરના આંકડા આ જાહેર કર્યા છે.

હાલ 4 લાખ 39 હજાર કરતાં પણ વધારે દર્દી સારવાર હેઠળ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોનાના 46,232 કેસ નોંધાયા છે, જ્યારે 564 લોકોનાં મોત નીપજ્યાં છે. શનિવારના ડેટા મુજબ દેશભરમાં કોરોના સંક્રમિત 84,78,124 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ 4,39,747 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details