નવી દિલ્હી : રેલવેએ સોમવારથી 40 કલોન સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું કે,વધુ પ્રવાસીઓની સંખ્યાવાળા રૂટ પર દોડતી આ ક્લોન ટ્રેનો મૂળ ટ્રેન કરતા સ્ટેશનથી પહેલા રવાના કરવામાં આવશે.
ભારતીય રેલ્વે આજથી શરુ કરી ક્લોન ટ્રેનો, વેઇટિંગ ટિકિટો પર મળશે કનફર્મ સીટ - latest news in Indian Railways
રેલવેએ સોમવારથી 40 કલોન સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું કે,વધુ પ્રવાસીઓની સંખ્યાવાળા રૂટ પર દોડતી આ ક્લોન ટ્રેનો મૂળ ટ્રેન કરતા સ્ટેશનથી પહેલા રવાના કરવામાં આવશે.
આ ટ્રેનની ટિકિટના બુકિંગ 19 સપ્ટેમ્બરની સવારથી શરૂ કરવામાં આવ્યા છે. આ કલોન ટ્રેન ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, પ્રશ્ચિમ બંગાલ, આંધ પ્રદેશ અને કર્ણાટકની વચ્ચે દોડશે.
આ ટ્રેનો મોટે ભાગે થર્ડ એસીની હશે અને ઓછા સ્ટેશનો પર તેમને રોકીને વધુ ઝડપે દોડવાનું આયોજન છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ ક્લોન ટ્રેનો તે મુસાફરો માટે એક મહાન ભેટ સાબિત થશે, જેઓ કટોકટીની પરિસ્થિતિઓમાં મુસાફરી કરે છે અથવા અચાનક ક્યાંક જવાની યોજના બનાવે છે. તેમજ આ ટ્રેનોની યાત્રા એવી રીતે કરવામાં આવી છે કે, તે નિર્ધારિત સમયથી 2-3- કલાક પહેલા જ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચશે.