ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતે વિશ્વની સામે પાક.ને ખુલ્લું પાડ્યુ, પુરાવા સાથે કર્યો પર્દાફાશ

નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાનનાં વધુ એક જુઠ્ઠાણાને બહાર લાવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે, પાક. દ્વારા F-16 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારતે પાક.નો આ દાવો કે જેમાં તેમણે કહ્યુ હતુ કે, તેમણે મિલિટ્રી ઇંસ્ટોલેશન પર હુમલો નથી કર્યો.

By

Published : Mar 1, 2019, 9:13 AM IST

youtube


પુરાવા સામે રાખતા ભારતે કહ્યુ કે, એમરોન મિસાઇલના ટુકડા ભારતની ધરતી પર મળ્યા છે. એમરોન મિસાઇલ ફક્ત F-16 વિમાન પર જ લાવી શકાય છે. આ સિવાય પાકિસ્તાન પાસે કોઇ બીજુ વિમાન નથી. જેના પર તે મિસાઇલને લઇ જઇ શકે છે.

ત્યાર બાદ પુરાવા મુકવામાં આવ્યા જેમા...

વાયુસેનાએ સાબિત કર્યુ છે કે, પાકિસ્તાની એયરફોર્સ ભારતની સીમામાં ધૂસ્યા હતા. તેમણે મિલિટ્રી બ્રિગેડ, બટાલિયન પર હુમલો કરવાની નિષ્ફળ કોશિશ કરી હતી. જ્યાં ભારતની રક્ષા સામગ્રી મુકવામાં આવી હતી. ત્યાં પણ તેમણે હુમલો કરવાની કોશિશ કરી.

વધુમાં જણાવવાનું કે, પાકિસ્તાને કહ્યુ હતુ કે, પાકિસ્તાને F-16 નો ઉપયોગ નથી કર્યો. પરંતુ જ્યારે પુરાવા સામે મુકવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન બેનકાબ થઇ ગયુ.

ABOUT THE AUTHOR

...view details