વડાપ્રધાન મોદી જાપાનમાં જી-20 સંમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ ઓસાકા પહોંચ્યા ત્યારે ત્યાં વસતા ભારતીય નાગરિકો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.
જાપાનમાં વડાપ્રધાનનું શાનદાર સ્વાગત, મોદી-મોદીના નારા લાગ્યા - SLOGNE
ઓસાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સંમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા પહોંચ્યા છે. જ્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
પ્
ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાનનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું, આ દરમિયાન વડાપ્રધાન બાળકોને પણ મળતા નજરે ચઢ્યા. બાળકોએ વડાપ્રધાનને જોઈ મોદી-મોદીના નારા શરૂ કરી દીધા હતા.
ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાનને મળી ખૂબ જ આનંદમાં હતા. વડાપ્રધાને પણ લોકોને મળી તેમનું અભિવાદ સ્વીકાર કર્યું હતુ.