ભારતીય નૌકાદળના હેલીકૉપ્ટર ચેતકે મૌજામ્બિકના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અધિકારીઓ દ્વારા પીડિતો સુધી સહાયતા પહોચાડવામાં આવી હતી. તો વિનાશ ક્ષેત્રમાં રાહત સામગ્રી જેવી કે ભોજન અને પાણીના પેકેટ લોકો સુધી પહોચાડવામાં આવ્યા હતા.
ભારતીય નૌકાદળના જહાજ રાહત શિબિરમાંપાણી પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ સિવાય વિનાશ પામેલા વિસ્તારોની મરામત અને સાફસફાઇ કરવા સહિત ક્ષતિગ્રસ્ત રસ્તાઓની પણ મરામત જેવા કામો ભારતીય નૌકાદળ કરી રહ્યાં છે.
બંદરગાહ ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 700 જેટલા વ્યક્તિઓને ખાદ્ય સામગ્રી પણ પહોચાડી હતી. મોજામ્બિકમાં થયેલા કહેર બાદ ભારત સરકારે ત્રણ ભારતીય નૌકાદળ જહાજોને બીરાના બંદરગાહ શહેરમાં તુરંત સહાયતા પહોચાડવા માટે રવાના કરી દીધા હતા.
ઉલેખ્ખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી ત્રણ ભારતીય જહાજ, INS સુજાતા, ICGA સારથી તથા INS શાર્દુલ સ્થાનિક અધિકારીઓ અને ભારત ઉચ્ચઆયોગ માપુટો સાથે સમન્વયમાં માનવીય સહાયતા રેસ્ક્યું ઑપરેશનમાં કામ કરી રહ્યાં છે.