રક્ષા મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. જેને લઈ હવે સેનામાં મહિલાઓ દુષ્કર્મ, છેડછાડ અને મહિલાઓ સંબંધિત અપરાધોની તપાસ કરશે. આ રજીસ્ટ્રેશન 25 એપ્રિલે શરૂ થઈ ચૂક્યું છે.
સેનામાં મહિલાઓની ભરતીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા રક્ષા મંત્રાલયે મંજૂરી આપી - women
નવી દિલ્હી: રક્ષા મંત્રાલય તરફથી સેનામાં હવે મહિલાઓની ભરતીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. પહેલી વખત સેનામાં મહિલાઓની ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
file
આપને જણાવી દઈએ કે, જનરલ બિપિન રાવતે સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે આ યોજનાને લાગૂ કરી હતી અને હાલમાં જ તેને મંજૂરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સેનામાં મહિલાઓની ભાગીદારી 20 ટકા હશે.