ભારતીય સેના અમેરિકાથા EPP આપાતકાલીન ખરીદ પ્રક્રિયા અંતર્ગત આ હથિયારોની ખરીદી કરી રહ્યું છે. જણાવી દઇએ કે પુલવામામાં હુમલા બાદ સરકારે આ હથિયારો ખરીદવો વિચાર કર્યો હતો.પુલવામામાં જેવા આંતકી હુમલાઓને રોકી શકે તે માટે ભવિષ્યની તૈયારીઓ કરી આ હથિયારો ખરીદવામાં આવી રહ્યા છે.હાલમાં જ ગૃહપ્રધાન રાજનાથ સિંહે આ હથિયારો ખરીદવા વિશેની જાણકારી આપી હતી.
US પાસેથી ભારત ખરીદી રહ્યું છે ખતરનાક હથિયાર, જે બનશે સેના માટે તાકત - america
ન્યૂઝ ડેસ્ક : ભારતીય સેના અમેરિકા પાસેથી એક ખાસ પ્રકારનું હથિયાર ખરીદી રહી છે. જે ભારતીય સેના માટે તાકત રૂપ બનશે. જેનો ઉપયોગ યુદ્ધના સમય ભારત કરી શકશે. આ હથિયારની ખાસ વાત એ છે કે એક્સકેલિબર ગાઇટેડ બોમ્બ ખરીદી રહ્યું છે. આ બોમ્બ 50 કિમીથી પણ વધુ દૂર સુધી નિશાન લગાવી શકે છે.
ફાઇલ ફોટો
USએ અફગાન સાથેના યુદ્ધ માટે તૈયાર કરવામાં આવેલા આ હથિયારો વિશે રાજનાથસિંહે જાણકારી આપી હતી.આ બોમ્બને અફગાન સાથે યુદ્ધ દરમિયાન તૈયાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના સ્પાઇક એન્ટી ટેંક ગાઇટેડ મિયાઇલોની ખરીદ પ્રક્રિયામાં છે.જણાવી દઇએ કે એરફોર્સ દ્વારા બાલાકોટ એયર સ્ટ્રાઇકમાં ઉપયોગમાં સ્પાઇસ 2000 બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.