જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર 1 નવેમ્બરથી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યુ છે.
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના આતંકીની ધરપકડ - જમ્મુ-કાશ્મીર સમાચાર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સોપોર જિલ્લામાં સેના અને પોલીસના સંયુકત અભિયાનમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખાણ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા જણાવવામાં આવી રહી છે.
jammu and kashmir
પ્રદેશોમાં સતત થઈ રહેલી આતંકી ઘટનાઓને ઓછી કરવા તેમજ પ્રદેશમાં શાંતિ જાળવવા માટે સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
આ ઉપરાંત વિવિધ જગ્યાઓ પર આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સફરજનના વેપારીની હત્યા, રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની હત્યા સહિત અનેક ઘટનાઓ સામે આવી છે.