વાયુસેનાએ સર્ચ ઓપરેશનમાં આર્મીના ગ્રાઉન્ડ ફોર્સની પણ મદદ લીધી છે. હવે ગુમ થયેલા આ વિમાનના સર્ચ ઓપરેશનમાં નેવીનું સ્પાઈ એરક્રાફ્ટ અને ઈસરોના સેટેલાઈટ પણ જોડાયા છે. વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, “અમુક રિપોર્ટ્સ પ્રમાણે ક્રેશ સાઈટ વિશેની આંશકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી વિમાનની કોઇ ભાળ મળી શકી નથી.” હવે ગુમ થયેલા આ વિમાનના સર્ચ ઓપરેશનમાં નેવીનું સ્પાઈ એરક્રાફ્ટ અને ઈસરોના સેટેલાઈટ પણ જોડાયા છે.
24 કલાક પછી પણ AN-32 વિમાન લાપતા, સર્ચ ઓપરેશન શરૂ
ગુવાહાટીઃ ભારતીય વાયુ સેનાના AN-32 વિમાન અરૂણાચલ પ્રદેશના ચીન સીમા નજીક એક દિવસ અગાઉ લાપતા થયું હતું. વિમાનની તપાસ શરૂ કર્યા છતાં પણ કોઇ પુરાવા નથી મળ્યા. આ વિમાનમાં 13 લોકો સવાર હતા. આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યા પછી સોમવારે ગુમ થયેલું ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનનો હજી સુધી કોઈ કાટમાળ મળ્યો નથી.
ફાઇલ ફોટો
લાપતા વિમાનની શોધખોળમાં ભારતીય વાયું સેનાના C-130, AN-32, MI-17 તથા ભારતીય સેનાના ALM હેલીકોપ્ટરને સર્ચ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યું છે.