ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નૌસેનાની તાકાત વધશે, 6 નવી સબમરીન માટે 55 હજાર કરોડની પરિયોજના - સરકારી મઝગાંવ ડૉક લિમિટેડ

રણનીતિક ભાગીદારી મૉડેલ હેઠળ ભારત 6 પારંપારિક સબમરીનનું નિર્માણ કરશે. જેના માટે 55,000 કરોડ રુપિયાની પરિયોજનાની ટેન્ડર પ્રકિયા ઓકટોબર સુધી શરૂ કરવામાં આવશે. જે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સૌથી મોટો ઉદ્યોગ માનવામાં આવી રહ્યો છે.

India
નૌસેના

By

Published : Aug 31, 2020, 10:30 AM IST

નવી દિલ્હી: ભારત નૌસેના માટે 6 પારંપારિક સબમરીનના નિર્માણ માટે 55,000 કરોડ રૂપિયાની પરિયોજનાના ટેન્ડરની પ્રક્રિયા ઓક્ટોબર સુધીમાં શરૂ થશે. ચીનની નૌસેનાની વધતી તાકાતને લઈ આ સબમરીનમાં ભારતની ક્ષમતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારી સૂત્રોએ સમગ્ર માહિતી આપી હતી.

રણનીતિક ભાગીદારી મૉડેલ હેઠળ ભારતમાં આ સબમરીનનું નિર્માણ થશે. જે હેઠળ ધરેલું કંપનીઓને દેશમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણ નિર્માણ માટે વિદેશી સંરક્ષણ કંપનીઓ સાથેના કરારને મંજૂરી આપવામાં આવશે અને આયાત પરની નિર્ભરતા ઓછી થશે. સૂત્રોએ જણાવ્યું કે,આ પરિયોજનાના સંબંધમાં આરએફપી જાહેર કરવા માટે સબમરીનની વિશિષ્તા અને અન્ય જરુરી માનદંડને લઈ સંરક્ષણ મંત્રાલય અને ભારતીય નૌસેનાની અલગ-અલગ ટીમો દ્વારા કામ પુર્ણ થઈ ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે, ઓક્ટોમ્બર સુધી આરએફપી ચાલુ રહેશે.

રક્ષા મંત્રાલય પરિયોજના માટે 2 ભારતીય શિપયાર્ડ અને પાંચ વિદેશી રક્ષા કંપનીઓના નામની એક સંક્ષિપ્ત સૂચિ બનાવાઈ છે. જે 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સૌથી મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. અંતિમ સૂચિમાં સામેલ ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રુપ અને સરકારી મઝગાંવ ડૉક લિમિટેડ (એમડીએલ) છે. જ્યારે અમુક વિદેશી કંપનીઓમાં થાયસીનક્રૂપ મરીન સિસ્ટમ (જર્મની) નવાનતિયા (સ્પેન) અને નેવલ ગ્રુપ (ફ્રાંસ) સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરુઆતમાં રક્ષા મંત્રાલય એમડીએલ અને એલએન્ડટીના આરએફપી જાહેર કરશે. તેમજ બંન્ને કંપનીઓ દસ્તાવેજ મળ્યા બાદ તેમની વિસ્તૃત ટેન્ડર રજુ કરશે, ત્યારબાદ એલએન્ડટી અને એમડીએલને પાંચ પસંદગીનીકંપનીઓમાંની એક વિદેશી ભાગીદારની પસંદગી કરવી આવશ્યક છે.

પાણીની અંદર યુદ્ધક્ષમતા વધારવા માટે ભારતીય નૌસેનાની પરમાણું ક્ષમતાવાળી 6 નવી સબમરીન ખરીદવાની યોજના છે. જો કે, નૌસેનાની પાસે વર્તમાનમાં 15 પારંપારિક સબમરીન અને 2 પરમાણું સંપન્ન સબમરીન છે. નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની સેનાની વધતી હાજરીને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વૈશ્વિક નૌસેના વિશ્રેષ્કો મુજબ ચીનની પાસે 50થી વધુ સબમરીન છે. 8-10 વર્ષમાં જહાજ અને સબમરીનની સંખ્યા 500થી વધુ થશે.

ABOUT THE AUTHOR

...view details