નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ભારત-ચીન તણાવ વચ્ચે ભારતને ટૂંક સમયમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટની પ્રથમ ડિલીવરી મળશે. ભારતીય વાયુસેના તેને વધુ શક્તિશાળી બનાવવા માટે હેમર મિસાઇલથી સજ્જ કરશે. તેની વિશેષતા એ છે કે તે 60-70 કિ.મી.ની રેન્જમાં દુશ્મનના દરેક નિશાનાઓને નષ્ટ કરી શકે છે. બંકર ગમે તેટલું સલામત હોય તો પણ તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
હેમર મિસાઇલ એક મધ્યમ રેન્જની મિસાઇલ છે. એકવાર હેમર મિસાઇલ રફેલમાં સજ્જ થઈ ગયા પછી, બંકર કેટલા મજબૂત છે તે ધ્યાનમાં લીધા વગર, દુશ્મનના બંકરોને સરળતાથી નિશાન બનાવી શકાય છે. તેનો ઉપયોગ પૂર્વીય લદ્દાખ જેવા પર્વતીય વિસ્તારોમાં સરળતાથી થઈ શકે છે.
ફ્રેન્ચ કંપનીએ પણ હેમર મિસાઇલના ઓર્ડરને મંજૂરી આપી દીધી છે. ફ્રેન્ચ કંપની રાફેલ વિમાનમાં હેમર મિસાઇલ તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં ભારતીય સૈન્યને હેમર મિસાઇલ ઉપલ્બ્ધ કરાવશે.
ફ્રાન્સે ખાતરી આપી છે કે તે કટોકટી જેવી પરિસ્થિતિમાં શોર્ટ નોટિસ પર મિસાઈલ ઉપલબ્ધ કરાવશે. ફ્રેન્ચ એરફોર્સ અને નેવી પાસે આ મિસાઇલ છે.