ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વમાં કોરોના સંક્રમણ મામલે ભારત ત્રીજા નંબરે પહોંચ્યું, રુસને પાછળ છોડ્યું - latestgujartinews

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં સંક્રમણના કેસના મામલામાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે. ભારતે કોરોના સંક્રમણ મુદ્દે રુસને પાછળ છોડ્યું છે.

Worldometer
Worldometer

By

Published : Jul 6, 2020, 7:29 AM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારીને વધુ એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ભારત હવે દુનિયામાં કોવિડ-19 કેસ મામલે ત્રીજા સ્થાન પર પહોચ્યું છે. પ્રથમ અમેરિકા, બ્રાઝીલ અને રુસ બાદ ભારત ચૌથી સ્થાન પર છે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં રુસથી પણ વધુ કોરોનાના કેસ સામે આવ્યાં છે.

વર્લ્ડોમીટરના આંકડા અનુસાર, રુસમાં અત્યાર સુધીમાં 6,81,251 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. બ્રાઝીલમાં કોવિડ-19ના 15,78,376 કેસ છે. જ્યારે સૌથી વધુ કેસ અમેરિકામાં છે. જેની સંખ્યા 29,54,999 છે. ભારતમાં અત્યાર સુધીમાં 6,90,349 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. જ્યારે સંક્રમણથી કુલ 19,683 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના સંક્રમણ મામલે સંકલન કરી રહેલા અમેરિકાના જૉન હૉપકિન્સ વિશ્વવિધાલયનું કહેવું છે કે, રુસમાં 6,80,283 લોકો સંક્રમિત છે. જ્યારે ભારતમાં 6,73,165, લોકો સંક્રમિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કુલ 6,73,165 કેસ સામે આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 19,268 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details