કોલકાતાઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, સરકારે પોતાની રણનીતિક ભૂલ છૂપાવવા માટે વિપક્ષી દળ પર પ્રહાર કરતાં પહેલા ચીનને જવાબ આપવો જોઈએ અને ગલવાન ઘાટીમાં ગુમાવેલા ક્ષેત્રોને પરત મેળવવા જોઈએ.
ચૌધરીએ ભાજપા નેતૃત્વને આરોપ સાબિત કરવાનો પડકાર આપતા કહ્યું હતું કે, કોગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ક્યારેય પણ સમાધાન કર્યું નથી. અધીર રંજને કહ્યું કે, જો આરોપ સાબિત થશે તો હું સાંસદ પદેથી રાજીનામુ આપી દઈશ.
ચૌધરીએ કહ્યું હતું કે,ભાજપ પોતાની ભૂલ અને હિમાલય અંગે લેવાયેલા રાજકીય નિર્ણયની નિષ્ફળતાને છૂપાવવા માટે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને ઈતિહાસ પ્રત્યે કોઈ સન્માન નથી અને જો હોત તો તેમને ક્યારેય પણ ચીન સાથે સમાધાન કરવાનો નિર્ણય લીધો ન હતો.