અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે,નિયંત્રણ રેખા દ્વારા આ માર્ગનો દુરઉપયોગ કરવામાં આવે છે. આ માર્ગનો દેશ વિરોધી લોકો ઉપયોગ કરી રહ્યા છે. તેના દ્વારા હવાલા, ડ્રગ્ય અને હથિયારોની લેવડદેવડ થતી હતી એટલા માટે વ્યાપાર બંધ કરી દીધો છે.
ભારતે પાક.ને આપ્યો મોટો ઝાટકો, LOCની પેલે પાર વ્યાપાર બંધ - pak
નવી દિલ્હી: ભારત સરકારે સરહદને પેલે પાર શુક્રવારે વ્યાપાર સ્થગિત કરી દીધો છે. જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર થનારા વ્યાપારને ખતમ કરી નાખ્યો છે.
design
ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે, તેને લઈ હવે કડક કાર્યવાહી કરી સખત પગલા લેવામાં આવશે. તેને લાગૂ કર્યા બાદ આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે.
આદેશમાં કહેવાયું છે કે, ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે સલામાબાદ અને ચક્કન-દા-બાગ પાર વ્યાપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.