નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો(NCRB)ના આગ સંબધી આંકડાઓ ચોંકાવનારા છે. વર્ષ 2010થી 2014ની વચ્ચે આગની ઘટનાઓમાં પ્રતિદિન 62 લોકોના મોત થતાં હોવાનું સામે આવ્યુ છે. આ આંકડા પ્રમાણે 4 વર્ષમાં 1,13,961મોત થઈ હોવાનું નોંધાયુ છે. આ તમામ ઘટનાઓમાં 29% ઘટના રહેણાંક વિસ્તારમાં બન્યા છે. જ્યારે જ્વલનશીલ પદ્દાર્થનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં 1.42%નો ઘટાડો થયો છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગુજરાત અને તમિલનાડુ રાજ્યોમાં 54% મૃત્યુદર રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 24,293 મોત થઈ છે. ઈન્ડિયા રિસ્ક સર્વે 2018 અનુસાર વ્યવસાયની પ્રગતિ માટે આગની ઘટનાઓ સૌથી મોટો અવરોધ છે.
2017માં ગૃહ મંત્રાલયે સંસદ સામે રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ 2012માં દેશમાં 8,559 આગની ઘટનાઓ બની હતી. જેની સામે માત્ર 2,987 ફાયર સ્ટેશન છે. ભારતમાં 5,59,681 તાલીમબધ્ધ ફાયર ફાયટરો, 2,21,411 અગ્નિશામક સાધનો અને 9,337 લાયબંબાઓની જરુર છે. આ પ્રકારની સુવિધાઓના હોવાના પરિણામે 17,700 લોકોની આકસ્મિક મોત થઈ હતી. આ કારણે પ્રતિદિન 48 જીંદગી બુઝાઈ જાય છે. જેને ટાળી શકાય છે.
વર્ષ પ્રમાણે જોઈએ તો 2014માં 179, 2015માં 716 ઘટનાઓ વચ્ચે કોર્પોરેટ બિલ્ડીંગમાં આગની ઘટનાઓ 300% વધી છે. આજ સમયગાળામાં સરકારી ઈમારતોમાં આગની ઘટનાઓ 218% વધી છે. ADSIના અહેવાલ પ્રમાણે રહેણાંક વિસ્તારમાં આગની ઘટનાઓ વધારે ગંભીર હોય છે. 2015માં રેસિડેન્ટલ એરિયામાં આગની 7,493 ઘટનાઓ સામે આવી છે. 2015માં આગ લાગવાના કારણે 20 શહેરોમાં 81% મૃત્યુ થયા છે. 20 શહેરોમાં 14 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. કાનપુરમાં 147, અલ્હાબાદમાં 134, બેંગ્લુરુમાં 132 મોત થઈ છે.રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા થયેલા સર્વેમાં દેશના 53 મુખ્ય શહેરોમાં સૌથી વધારે મોત થઈ હોવાનું બહાર આવ્યુ છે. દેશમાં આગને લગતી સુરક્ષાના પાયાની બાબતોનો રિપોર્ટ છેલ્લે 2012માં રજુ કરાયો હતો.
ભારતમાં સુસજ્જ અગ્નિશામક સેવાઓના અભાવના કારણે આગની ઘટનાઓ સતત વધી રહી છે. ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટ આગ લાગવાના કારણોમાં મોખરે છે. આ વર્ષે આગની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના સૌથી મોટી અને ભયાનક છે. મહત્વી વાત એ છે કે, આગની આટલી ઘટનાઓ પછી પણ આપણી આંખ ઉઘડતી નથી જે આ આગની ઘટનાઓ કરતા પણ મોટી ઘટના છે.