તેમણે કહ્યું કે, અમે અમારા નાગરિકોના સંવિધાન દ્વારા સંરક્ષિત અધિકારોની સ્થિતિ પર બોલવા માટે કોઈપણ વિદેશી સંસ્થા કે સરકારને અધિકાર નથી આપતા. ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ આગામી 25 જૂનથી શરુ થનાર અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોના ભારતીય પ્રવાસના ઠીક પહેલા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ભારતે લઘુમતીની સ્થિતિ દર્શાવતા અમેરિકન અહેવાલને કર્યો રદ્દ - Etv Bharat
નવી દિલ્હી: ભારતે રવિવારે અમેરિકી વિદેશ વિભાગના એક અહેવાલને રદ્દ કર્યો છે. જેમાં લઘુમતિના લોકોને લઈને કંઈક આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે. ભારતે આ વિષયને લઈને કહ્યું કે, અમારા નાગરિકોની બંધારણીય રીતે સંરક્ષિત અધિકારોની સ્થિતિ પર હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અમેરિકન વિદેશ વિભાગ દ્વારા પ્રકાશિત તાજેતરના 'રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ રિલીઝિસ ફ્રીડમ' વિશે એક પ્રશ્નનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ભારપૂર્વક કહ્યું કે, ભારત એક જીવંત લોકતંત્ર છે જ્યાં લઘુમતીઓ સહિત તમામ નાગરિકોની મૂળભૂત અધિકારોનું સંવિધાન સુરક્ષિત છે.
રવિશ કુમારે કહ્યું કે, "ભારતને પોતાની ધર્મનિરપેક્ષતા, પોતાના સૌથી મોટા લોકતંત્ર હોવા અને સહિષ્ણુતા તથા સમાવેશના લાંબા સમય સુધીથી ચાલી આવતા પ્રતિબદ્ધતાવાળા વહીવટી સમાજ પર ગર્વ છે." તેમણે જણાવ્યું હતું કે, "ભારતનું સંવિધાન લઘુમતી સમુદાય સહિત તેમના તેમના નાગરિકોને બંધારણીય અધિકારોની ખાતરી આપે છે."
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ વાત વ્યાપકપણે પ્રચલિત છે કે ભારત એક જીવંત લોકતંત્ર છે, જ્યાંનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતાને રક્ષણ આપે છે, અને જ્યાં લોકતાંત્રિક સરકાર અને કાયદો મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપે છે અને તેમનું રક્ષણ કરે છે."