નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના આરોપને નકાર્યો છે કે, કોરોના વાઇરસની આડમાં દેશમાં મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, પાકિસ્તાની નેતૃત્વની આ અજીબ અને પાયા વિહોણી ટિપ્પણીઓ દેશના (પાકિસ્તાન) આંતરિક સ્થિતિ સામે લડવા માટેના લાચાર પ્રયાસોથી લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ભારતે મુસલમાનો વિરૂદ્ધ ભેદભાવના પાકિસ્તાનના આરોપને નકાર્યો - પાકિસ્તાનના PM ઇમરાન ખાન
ભારતે પાકિસ્તાનના એ નિવેદનને નકાર્યું છે કે, જેમાં તેમણે મહામારીની આડમાં મુસલમાનોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
India rejects Pak PM's allegations of discrimination against Muslims
ઇમરાને ખાને ટ્વીટ કરીને ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કોરોના વાઇરસ સંકટની વચ્ચે જાણી જોઇને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, કોવિડ-19ની ગંભીરતા પર ધ્યાન આપવાને બદલે તે પોતાના પાડોશીઓ પર આધારહીન આરોપો લગાવી રહ્યા છે.
શ્રીવાસ્તવે કહ્યું કે, અલ્પસંખ્યકો મામલે તેમણે (પાકિસ્તાની નેતૃત્વ) એ જ સલાહ છે કે, તે પોતાના અલ્પસંખ્યક સમુદાયોની જાણકારી મેળવે, જેની સાથે વાસ્તવમાં ભેદભાવ થઇ રહ્યો છે.