ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર કોરિડોર અંગે ભારત પાકિસ્તાનની 23મીએ બેઠક

નવી દિલ્હી: કરતારપુર કોરિડોર માટે ભારત 23મી ઓક્ટોબરે પાકિસ્તાનની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરશે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ પાસેથી પાકિસ્તાન 20 ડોલર સેવા ફી વસુલવા જઈ રહ્યું છે. હવે પાકિસ્તાને પોતના નિર્ણય પર પુનઃવિચાર કરવાની વાત કહી છે.

By

Published : Oct 21, 2019, 11:21 PM IST

Updated : Oct 22, 2019, 3:59 PM IST

kartarpur

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પાવન પ્રસંગે કરતારપુર કોરિડોર ખોલવા માટે સરકારે પગલાં ભર્યાં છે. જેથી ભારતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીય કાર્ડ રાખનાર લોકો પાકિસ્તાનમાં પવિત્ર ગુરુદ્વારા કરતારપુર સાહિબની યાત્રા કરી શકે.

મંત્રાલયે કહ્યું કે, આ નિરાશાકજનક વાત છે કે, ભારતના શ્રદ્ધાળુઓની યાત્રાને સુવિધાજનક બનાવા માટે ઘણા મુદ્દાઓ પર સહમતિ બની છતાં, પાકિસ્તાન તીર્થયાત્રીઓ દીઠ 20 ડોલર સેવા ફી લગવવા પર જોર આપી રહ્યું છે.

સરકારે પાકિસ્તાને સતત અનુરોધ કર્યો કે, તીર્થયાત્રીઓની ઈચ્છાઓનું સમ્માન કરતા આવી ફી ન લેવી જોઈએ.

આ કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક ધર્મસ્થળ કરતારપુરના ગુરુદ્ધારને જોડશે. કરતારપુર અંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 4 કિલોમીટર દુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં આવેલું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની યોજના ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પ્રસંગે વર્ષ સુધી ચાલનાર સમારોહની પહેલા નવેમ્બરની શરુઆતમાં કોરિડોર ખુલશે.

Last Updated : Oct 22, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details