ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત કે પાકિસ્તાન: કોને મળશે હૈદરાબાદના નિઝામના 308 કરોડ રુપિયા? - India

નવી દિલ્હી: લંડનના બેંક ખાતામાં જમા થયેલા હૈદરાબાદના નિઝામના 308 કરોડ (35 મિલિયન પાઉન્ડ) કરતાં પણ વધુ રકમને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. આ બાબતે છ અઠવાડિયામાં નિર્ણય આવશે તેવી અપેક્ષા છે.

file photo

By

Published : Jun 26, 2019, 1:13 PM IST

નિઝામના વંશજ, પ્રિન્સ રાજકુમાર મુકર્રમ જાહ, હૈદરાબાદના આઠમા નિઝામ અને તેમના નાના ભાઇ મફખમ જાહે, લંડનમાં નેટવેબ બેંક પીએલસી પાસે રાખેલા ફંડોના સંદર્ભમાં પાકિસ્તાન સરકાર સામે કાનૂની લડાઈમાં ભારત સરકાર સાથે હાથ મિલાવ્યો છે.

હકીકતમાં, આ રકમ 1948 માં હૈદરાબાદના તત્કાલીન નિઝામ ઉસ્માન અલી ખાને નવા રચાયેલા પાકિસ્તાનના યુકેના ઉચ્ચ કમિશનર હબીબ ઇબ્રાહિમ રાહિમાટોલાના લંડનના બેંક ખાતામાં જમા કરાવી હતી. ભારત સર્મથક નિઝામના વંશજોનો દાવો છે કે તે રુપિયા પર તેમનો હક છે અને પાકિસ્તાનનો આ દાવો ખોટો છે.

પોતાના મૃત્યુંના બે વર્ષ પહેલા 1965 માં નિઝામે આ પૈસા ભારતને લેખિતમાં સોંપવામાં આવે તેવી વાત કરી હતી. જ્યારે પાકિસ્તાન બે દાયકા પહેલા સાચવવા આપવામાં આવેલી રકમ પર પોતાનો દાવો લગાવી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details