ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PoKમાં ભારતે કરી 'પીન પોઈન્ટ સ્ટ્રાઈક', આતંકીઓના લોન્ચ પેડને કર્યા ટાર્ગેટ

મળતી માહિતી મુજબ ભારતીય વાયુ સેનાએ PoKમાં આતંકીઓના લોન્ચ પેડ 'પીન પોઈન્ટ સ્ટ્રાઈક' કરી છે અને આતંકીઓના લોન્ચ પેડને ટાર્ગેટ કરી તેના પર કાર્યવાહી કરી છે.

ભારતે પીઓકે પર કરી ફરી સર્જિકલ સ્ટ્રાઈક
ભારતે પીઓકે પર કરી ફરી સર્જિકલ સ્ટ્રાઈક

By

Published : Nov 19, 2020, 7:44 PM IST

Updated : Nov 19, 2020, 7:56 PM IST

  • ભારતે PoK પર કરી પીન પોઈન્ટ સ્ટ્રાઈક
  • આતંકીઓના લોન્ચ પેડ પર કરી કાર્યવાહી
  • આતંકવાદ પર ભારતની વધુ એક કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારતે ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. ગુરુવારે સુરક્ષા મથકોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સૈન્યએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની અંદર શંકાસ્પદ આતંકવાદી લોંચપેડ સામે કડક કાર્યવાહી કરી છે.

પાકીસ્તાન આંતકને સતત આપી રહ્યું છે ટેકો

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત ડબલ યુક્તિઓ રમી રહ્યુ છે. એક તરફ તે વૈશ્વિક આતંકવાદ વિરોધી સંગઠન FATF ની તપાસથી બચવાની કોશીશ કરી રહ્યુ છે, તો બીજી તરફ આતંકને સતત ટેકો આપી રહ્યુ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાકિસ્તાની સૈન્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને સમર્થન આપવા માટે ભારે તોપખાનાની બંદૂકોથી આડેધડ ફાયરિંગનો આશરો લઈ રહી છે. આ જ ક્રમમાં, તે નિયંત્રણ રેખા (એલઓસી) ની ભારતીય બાજુ પર નાગરીકોને સતત નિશાન પણ બનાવી રહ્યુ છે.

ભારતીય સેનાનું નિવેદન

PTIની સ્ટોરી 13 નવમ્બરના રોજ થયેલા સીઝફાયર ઉલ્લંઘનના વિશ્લેષણ પર આધારિત છે.

ભારતીય સેના તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, LoC પર આજે ફાયરિંગની કોઈ ઘટના બની નથી.

Last Updated : Nov 19, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details