ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સની નવી આવૃત્તિમાં ભારતના 80 પરાક્રમોનો સમાવેશ - જ્યોતિ અમાજેની લંબાઈ 24.7 ઇંચ

નવી દિલ્હી: ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સની નવી આવૃતિમાં ભારતના કુલ 80 પરાક્રમો છે. જેમાંથી એક કિશોરના સૌથી લાંબા વાળ, સૌથી નાની ઉંચાઇ ધરાવતી સ્ત્રી અને કાગળના કપનો સૌથી મોટા સંગ્રહનો સમાવેશ થાય છે. આ પુસ્તકના પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસે ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી.

world-record

By

Published : Nov 1, 2019, 1:29 PM IST

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ 2020ના પુસ્તકમાં હજારો નવા રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમામ વય જૂથોના વાચકોને જ્ઞાનબોધ અને મનોરંજન કરશે. આ રેકોર્ડ બુકમાં ભારતના 16 વર્ષીય નીલંશી પટેલનું નામ છે. જેના વાળની લંબાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે. બીજી તરફ નાગપુરની જ્યોતિ અમાજેની ઉંચાઇ 24.7 ઇંચ છે. અને તેણીનું નામ સૌથી નાની (વામન) મહિલા તરીકેનો રેકોર્ડ છે.

પૂણે શહેરના શ્રીધર ચિલ્લાલના ડાબા હાથમાં સૌથી લાંબા નખ છે. જેની લંબાઈ 909.6 (358.1 ઇંચ) સેન્ટિમીટર છે.

તામિલનાડુ કે.વી. શંકરનારાયણે આ પુસ્તકમાં પોતાનું નામ પેપર કપના સૌથી મોટા સંગ્રહ માટે નોંધાવ્યું છે. અને તેમની પાસે કુલ 673 પ્રકારના કપ છે.

પુસ્તકમાં કેટલીક સિદ્ધિઓ એવી પણ છે, જેનો ચોક્કસપણે ગર્વ કરવા લાયક નથી.

આમાં વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે કાનપુરનુ નામ આપવામાં આવ્યું છે. જ્યાં વર્ષ 2016 માટે સરેરાશ પીએમ 2.5નું સ્તર 173 માઇક્રોગ્રામ હતું જે 17 ગણાથી વધુ છે.

આ પુસ્તક ગુરુવારે બજારમાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details