નવી દિલ્હી: ભારતમાં કોરોનાના વાઇરસ સંક્રમણના આંકડા 33 લાખને પાર થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 60,848 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં રાજ્ય અને કન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવ્યા છે. 7,25,991 એક્ટિવ કેસ છે અને 60,472 લોકોના મોત થઇ ગયા છે.
ભારતમાં કોરોનાઃ દેશમાં કુલ 33.10 લાખથી વધુ સંક્રમિતો, જાણો રાજ્યવાર આંકડો - દેશમાં કોરોનાના નવા કેસ
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 27 ઓગસ્ટના સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં 25,23,771 લોકો સંક્રમણથી સાજા થઇ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 27 ઓગસ્ટની સવાર સુધી કેસ 33,10,234 થઇ ગયા છે અને 25,23,771 લોકો આ રોગથી સાજા થઇ ગયા છે. આ સાથે જ મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર રોગથી સાજા થનાર લોકોનો દર 75.3 ટકા થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધી 3.5 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, એ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંકલિત પ્રયત્નોનું પરિણામ છે કે, આંકડાઓ સતત બદલાઈ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જુદા-જુદા રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ કર્યા પછી જ અંતિમ આંકડા જાહેર કરે છે.