લદ્દાખ: ભારત-ચીન સરહદ પર તનાવ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે બેઠકો અને ચર્ચા શરૂ જ છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એ વાસ્તવિક નિયંત્રણ લાઇન પર 40 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એચ્યુઅલ કંટ્રોલ લાઇન પર તણાવ ઓછો કરવાના મૂડમાં નથી. કેમ કે ચીને લાઇન ઓફ કંટ્રોલ પર 40,000 સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું છે. આ સૈનિકો હવાઈ સંરક્ષણ પ્રણાલી જેવા શસ્ત્રોથી સજ્જ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે થયેલી બંને કોર કમાન્ડરો વચ્ચેની છેલ્લી રાઉન્ડની વાતચીત બાદ પણ ડી-એસ્કેલેશન પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નથી.