નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં જીવલેણ વળાંક આવ્યો છે. સરહદ પર ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે 43 ચીની સૈનિકોના પણ મોત થયા હોવાની માહિતી મળી છે.
ચીન સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ, જ્યારે 43 ચીની સૈનિકોના મોત - Galwan Valley
પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં જીવલેણ વળાંક આવ્યો છે. સરહદ પર ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે આ અથડામણમાં 43 ચીની સૈનિકોના પણ મોત થયા હોવાની માહિતી મળી છે.
ETV ભારત સાથે વાત કરતા સૈન્યના સૂત્રોએ જણાવ્યું છે કે, સોમવારે બનેલી આ ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબુ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય સૈનિકોના મોતની પુષ્ટિ થઈ છે. અન્ય 10 સૈનિકો લાપતા હોવાનું જાણવા મળે છે. આ સમય દરમિયાન ઘણા સૈનિકો ઘાયલ થયાના રિપોર્ટ છે. સોમવારે પીએલએ (PLA)એ ભારત બાજુ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC)માં કેટલાક અસ્થાયી બાંધકામો બનાવ્યા હતા.
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનઝિઆને કહ્યું, "અમે ફરી એકવાર ભારતીય પક્ષને સંમતિનું પાલન કરવા કહીશું, મોરચા પર સૈનિકોને કાબૂમાં રાખે અને રેખાને પાર ના કરે, સમસ્યા ઉભી ના કરે, એકપક્ષીય નિર્ણય ના લે જેથી મુદ્દો વધારે જટિલ બની જાય.' છેલ્લા પાંચ અઠવાડિયાથી, ગલવાન ખીણ સહિત પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા છે.