લદ્દાખ: લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિરોધ પર રાજકીય ગરમાવો છે, ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી સારા સમાચાર આવી રહ્યાં છે. ભારત અને ચીનનાં સૈનિક પૂર્વ લદ્દાખાં ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની સેના પરત હટાવી લીધી છે.
લદ્દાખમાં ભારત-ચીનની સેના પાછી હટી, સૈન્ય ચર્ચા પહેલા સકારાત્મક સંદેશ - ભારત ચાઈના બોર્ડર
લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિરોધ પર રાજકીય ગરમાવો છે, ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી સારા સમાચાર આવી રહ્યાં છે. ભારત અને ચીનનાં સૈનિક પૂર્વ લદ્દાખાં ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની સેના પરત હટાવી લીધી છે.
મહત્વનું છે કે, આ સપ્તાહે સૈન્ય વાતચીત થવાની છે, એ પહેલા બંન્ને દેશો તરફની આ પહેલના પગલે એક મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા તણાવના ખતમ થવાની આશા વધી છે. ભારત અને ચીનની સેનાની વચ્ચે આ અઠવાડિયે પેટ્રોલિંગ પોઇન્ટ 14 (ગલવાર એરિયા), પેટ્રોલ પોઇન્ડ 15 અને હોટ સ્પ્રિંગ એરિયા સહિત લદ્દાખનાં અનેક અલગ અલગ સ્થળો પર મીટિંગ થવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો લદ્દાખમાં ચીની સેનાના ખૂબ જ અંદર સુધી આવવાનો દાવો કરી રહ્યાં છે. તાજેતરમાં ચર્ચા છે કે, ચીની સેના લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની અંદર 40થી 60 વર્ગ કિલોમીટર પર કબ્જો કરી લીધો છે. જો આ સાચુ હોય તો માત્ર 2થી 2.5 કિલોમીટર ચીની સેનાનું પાછુ હટવું શાંતિપૂર્વક મુદ્દાનો ઉકેલ લાવવાનો સંકેત માત્ર જ ગણી શકાય.